Nari Prahar

News Website

પશ્ચિમ ભરૂચના 30 હજારથી વધુ લોકોને આજે પણ માળખાકિય સુવિધા નથી મળી, આંદોલનના મૂડમાં..

Views: 84
0 0

Read Time:2 Minute, 57 Second

ભરૂચ શહેરના અનેક એવા વિસ્તારો છે જે આજે પણ પાલિકા વિસ્તારમાં હોવા છતાં જાણે વિકાસથી વંચિત રહી ગયા છે. જેમાં ભરૂચ શહેરનો પશ્ચિમ વિસ્તાર હંમેશા અન્યાયનો સામનો કરતો હોય તેવું જણાઈ રહ્યું છે. શહેરના વિકાસ કામોમાં આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. આજે પણ ભરૂચનો આ વિસ્તાર બિસ્માર માર્ગો, ખુલ્લી કાંસ, ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. છતાં ભરૂચ નગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી શુદ્ધાં હલતું નથી.
સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે રાહદારીઓ અને વાહનચાલકો ખુલ્લી કાંસમાં પડતા બચે તે હેતુસર લોખંડની ગ્રીલ મૂકી રાહદારીઓને સાવચેત કરી રહ્યાં છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે, ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષીઓ માત્ર દેખાવા પૂરતા જ વિરોધ નોંધાવે છે. નગરપાલિકામાં સત્તા પક્ષ અને વિપક્ષ એક જ ડાળના પંખી હોય તેવા આક્ષેપો પણ લોકોએ કર્યો છે. વિપક્ષીઓ પણ પોતાના જ વિસ્તારમાં કામ થતાં હોવાના કારણે અન્ય વિસ્તારોની ચિંતા કરતા નથી.
જેના કારણે ભરૂચના ફાંટા તળાવથી ફુરજા બંદર સુધીની ખુલ્લી ગટર અને બિસ્માર બનેલા માર્ગો વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી બની ગયા છે. સ્થાનિક વેપારીઓએ પણ વારંવાર આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છતાં તેમની સમસ્યા હલ ન થતાં આખરે વેપારીઓએ અધિકારીઓ સામે આંદોલનનું હથિયાર પણ મૂકી દીધું છે.
પાંચબતીથી ઢાલ, ઢાલ થી ફાટા તળાવ, ફાટા તળાવ થી ફુરજા બંદર ચાર રસ્તા.સૈયદવાડ, પીર કાઠી સહિતના અનેક વિસ્તારો ના મુખ્ય માર્ગો ભૂગર્ભ ગટર યોજનાના બાને સત્યનાશ વાળી દેવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારના માર્ગો અત્યંત બિસમાર બની જતા ટુ વ્હીલર ચાલકો ડિસ્કો રોડ પરથી પસાર થતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. વાહનચાલકોની કમર તૂટી રહી છે. લાખો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કામો કેમ નથી થતા. વારંવાર રજૂઆત કરવા છતાં પણ ભરૂચ નગરપાલિકા આડા કાન કરી રહ્યું છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %