તાપી જિલ્લાનાં એ.સી.બી. કેસ નં .૦૪ ૨૦૧૩ નાં કામનાં આરોપી દિપક કાશીરામ પાલવે નાઓ વાલોડ તાલુકા પંચાયતમાં જુ.ક્લાર્ક તરીકેની ફરજ દરમ્યાન ફરીયાદી અમીન કાઝીની જમીન એન.એ. કરાવવા માટે ફરીયાદી પાસે રૂ .૬૦,૦૦૦ / – લાંચ પેટે સ્વીકારેલ . તે સબબ આરોપી વિરૂધ્ધ તાપી જિલ્લા એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની તપાસ શ્રી ઝેડ.એ.શેખ પો.ઇન્સ.એ.સી.બી. પો.સ્ટે . , તાપી ( વ્યારા ) તરીકે કરી આરોપી વિરૂધ્ધ પુરાવા એકત્રીત કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ . જે એ.સી.બી. કેસ નં .૦૪ / ૨૦૧૩ થી સ્પે . એ.સી.બી. જજ તાપી , વ્યારાની કોર્ટમાં ચાલી જતાં તા .૧૩ / ૦૮ / ૨૦૨૧ નાં રોજ આરોપીને ક્રિ પ્રો.કોડની કલમ ૨૩૫ ( ૨ ) મુજબ ધી પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટ , ૧૯૮૮ ની કલમ -૭ , ૧૩ ( ૧ ) ( ધ ) તથા ૧૩૨ ) મુજબનાં ગુનામાં તકસીરવાન ઠરાવીને -૩ ( ત્રણ ) વર્ષની સખત કેદની સજા ભોગવવાનો તથા રૂ .૫૦,૦૦૦ / – ( અંકે રૂપિયા પચાસ હજાર પુરા ) દંડ ભરવાની સજા ફરમાવામાં આવેલ છે . જે શ્રી ઝેડ.એ.શેખ , પો.ઇન્સ . એ.સી.બી. પો.સ્ટે . , તાપી ( વ્યારા ) નાઓએ સદર ગુનાની તપાસ ખંત પુર્વક અને જીણવટ ભરી રીતે કરી આરોપી વિરૂધ્ધ પુરાવા એકત્રીત કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ જે આધારે નામદાર કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને સજા ફરમાવવામાં આવેલ છે . જે શ્રી ઝેડ.એ.શેખ , પો.ઇન્સ . એ.સી.બી. હાલ ( એ.સી.પી. ટ્રાફિક શાખા , સુરત શહેર ) નાઓએ ખુબ જ ઉત્કૃષ્ટ રીતે અને પ્રસંશનીય ફરજ બજાવેલ છે.
તાપી : જમીન એન.એ કરાવવા ગયેલા અરજદાર પાસેથી તાલુકા પંચાયતના જુ.કલાર્કે 60 હજારની લાંચ લેતા 3 વર્ષની સજા તેમજ 50 હાજર દંડ….
Views: 93

Read Time:2 Minute, 7 Second





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.