ભરૂચ નગરપાલિકાએ શુક્રવારના રોજ મિલકત ધારકો જોગ એક યાદી જાહેર કરી છે.તેમાં જણાવ્યા મુજબ ગુજરાત ડેવલોપમેન્ટ કંપની ગાંધીનગર દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કુલ ત્રણ પ્રોજેક્ટ તેમજ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.આ તમામ પ્રોજેક્ટમાં કામગીરી પૂર્ણ થયા બાદ મિલકત ધારકો ડ્રેનેજ કનેક્શન મેળવવા જરૂરી ફોર્મ અને ફી ભરી નિયમો અનુસાર મંજૂરી મેળવવાની રહેશે,પાલિકાની મંજૂરી અને તેની પરવાનગી મેળવ્યા સિવાયના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદેસર ગણીને તે મિલકત ધારકો સામે કાર્યવાહી કરવામાં આવનાર છે.ભરૂચ શહેરના અમુક વિસ્તારોમાં મિલકત ધારકો દ્વારા ડ્રેનેજના કનેક્શન પરવાનગી મેળવ્યા વિના જોડાણ કર્યા હોવાનું માલુમ પડ્યું છે. જેથી ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થયેલી ન હોય જેને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ડ્રેનેજના ચેમ્બરમાંથી બહાર નીકળે છે.આથી પાલિકા વિસ્તારના મિલકત ધારકો પરવાનગી લીધા વિના ગેરકાયદેસરની ડ્રેનેજ લાઈન હોય તેવા લોકોએ ત્રણ દિવસમાં કનેક્શન બંધ કરવા અંગે ભરૂચ પાલિકાએ અપીલ કરી છે. જોકે ત્રણ દિવસ બાદ આવા ગેરકાયદેસરના કનેક્શન મળી આવશે કાર્યવાહી થશે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હવે નવા સરનામે કાર્યરત.