અંકલેશ્વર નગરપાલિકાએ જર્જરિત ઈમારતોને ઉતારી લેવા નોટીસ આપી, પણ પાલિકાની કચેરી જ જોખમી
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જર્જરિત ઈમારતોને ઉતારી લેવાની નોટીસ ફટકારી છે. પરંતુ નગર પાલિકાની કચેરી જ અત્યંત જર્જરિત હાલતમાં છે. તેને નોટીસ કોણ આપશે તે એક મોટો પ્રશ્ન લોકો કહી રહ્યાં છે.
ચોમાસુ આવે ત્યારે નગરપાલિકા દ્વારા નગરની જર્જરિત ઈમારતોને ઉતારી લેવા માટેની નોટીસ ફટકારવામાં આવે છે. જેથી આ ઈમારતો ધરાશાયી ન થાય અને અન્ય મિલકત કે જાનમાલને નુકસાન ન થાય. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ નગરની 260 થી વધુ ઈમારતોને નોટીસ ફટકારી છે. જો કે જોવા જેવી બાબત એ છે કે અંકલેશ્વર નગરપાલિકાની કચેરી જ અત્યંત જર્જરિત હાલતમાં છે. અને ચોમાસા દરમિયાન આ કચેરી પણ પાણીથી ભરાઈ જાય છે. અનેક ઓફિસમાં પાણી ટપકે છે.
ઉપરાંત અત્યંત જુનું બાંધકામ હોવાથી ઓફિસમાં પોપડા પણ ઉખાડવા માંડે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ કચેરીને ઉતારી લેવા માટે નોટીસ કોણ ફટકારશે? વિપક્ષના નેતા જહાંગીર પઠાણે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નગરજનોને સમારકામ કરવા માટે નોટીસો આપવી જોઈએ. પરંતુ સત્તાધીશો ભ્રષ્ટાચાર કરવામાંથી જ ઊંચા નથી આવતા. નગરપાલિકાએ નગરજનોની સવલતો ઉભી કરવી જોઈએ તેના બદલે તેઓ લોકોને હેરાન કરી રહ્યાં છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.