Views: 97
Read Time:1 Minute, 9 Second
ભરૂચ જિલ્લામાં બુટલેગરો કેટલી હદે બફામ બન્યા છે તેના જીવતા જાગતા પુરાવા અવારનવાર પોલીસ પકદમાં આવતા બુટલેગરો આપી રહ્યા છે, જિલ્લામાં ચાલુ વર્ષે જ કરોડો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરૂચ પોલીસે ઝડપી પાડયો છે, અને હજુ પણ પોલીસ કાર્યવાહીમાં બુટલેગરો ઝડપાઇ રહ્યા છે.અંકલેશ્વરનાં જીઆઈડીસી નાં રાજપીપળા રોડ પર આવેલ આઝાદ નગર ખાતેનાં એક મકાનનાં રૂમમાં ભરૂચ ક્રાઈમ બ્રાંચે બાતમીનાં આધારે દરોડા પાડ્યા હતા, જેમાં રૂમમાં સંતાડેલ પુઠ્ઠાનાં 21 જેટલા બોક્સમાંથી 1 લાખની કિંમતની વિદેશી દારૂની 720 બોટલ ઝડપાઇ હતી.સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચે દિલીપ સોમાભાઈ પરમાર રહે.વિહાર ધામ સોસાયટી, સારંગપુર અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હવે નવા સરનામે કાર્યરત.