આમોદ તરફ જતાં રેવા સુગર પાસે એક સેન્ટ્રો કારમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે થોડીવારમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે કારમાં આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી. પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. બનાવમાં કોઇ જાનહાનિના અહેવાલ નથી.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચથી આમોદ તરફ જતા રેવા સુગર પાસે સેન્ટ્રો કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર સૌ કોઇ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા અને જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં આગ લાગવાની ઘટનાથી ભરૂચ આમોદ વચ્ચે વાહન વ્યવહાર પર કલાકો સુધી અસર થવા પામ્યો હતો.આ કારમા આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. પરંતુ પ્રાથમિક ધોરણે શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લાગી રહ્યું છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા વાહનોમાં ઓવર હિટિંગ થતા આવા બનાવોમાં વધારો થવાનું પણ મનાઈ રહ્યું છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.