ભરૂચ જીલ્લા તથા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઇકો કારના સાયલેન્સર ( કેટાલીક મફલર ) ચોરીની ફરીયાદ ઉઠવા પામેલી . ભરૂચ જીલ્લાના એ – ડીવીઝન તથા બી – ડીવીઝન તથા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવી સાયલેન્સર ચોરીની ફરીયાદો નોધાયેલ છે . જેમાં ગઇ તા ૩૧/૧૨/૨૦૨૦ ની રાત્રી દરમિયાન ભરુચ રેલ્વે સ્ટેશન વિસ્તાર નજીકમાંથી તથા શેરપુરા તથા નંદેલાવ બ્રીજ પાસેથી એમ અલગ અલગ જગ્યાએથી કુલ -૦૫ ઇકો કારમાંથી ૦૫ સાયલેન્સર ( કેટાલીક મફલર ) ની ચોરી થયેલ હતી . અને આજ રાત્રે દહેજના જોલવા વિસ્તારમાંથી એક ઇકો કારમાંથી એક સાયલેન્સર ( કેટાલીક મફલર ) ની ચોરી થયેલ હતી . જે અનુસંધાને એ – ડીવીઝન તથા બી ડીવીઝન તથા દહેજ પોલીસ સ્ટેશન ખાતે આ ચોરી બાબતે ગુનાઓ દાખલ થયેલ .
જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ , વડોદરા , તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા , ભરૂચ નાઓએ સદર મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા જીલ્લા પોલીસને સુચના કરેલ , જેથી મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા ભરૂચ વિભાગ , ભરૂચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.સી ગોહીલની સુચના મુજબ પો.સ.ઇ વી.આર પ્રજાપતિ નાઓ સાથે દહેજ પોલીસની અલગ અલગ ટીમ બનાવી તાત્કાલીક ગુનાનું પગેરૂ શોધવા મહેનત કરવા લાગેલ , જેના ફળ સ્વરૂપે ASI રમેશભાઇ ભુખણભાઇ તથા PC જયરાજસિંહ પોપટસિહ દહેજ પો.સ્ટે . નાઓને બાતમી મળેલ કે , એક મારૂતી સુઝુકી સ્વીફ્ટ ગાડી નંબર HR – 26 CJ – 3408 માં ચોરીમાં ગયેલ ઇકો કારના સાયલેંસર જેવા સાધનો ભરી જોલવા થી દહેજ તરફ આવે છે , જેથી GACL ચોકડી ખાતે દહેજ પોલીસ ટીમ દ્વારા વોચ ગોઠવતાં સદર વર્ણન તથા નંબરવાળી સ્વીફ્ટ ગાડી આવતા પોલીસ ટીમ દ્વારા રોકી લઇ વાહન ચેક કરતાં બે ઇસમો મળી આવેલ , જેમાં ને ( ૧ ) અરશદ મુબીન એહમદ જાતે મુસ્લીમ ઉ ધંધો ૨૭ વ . – કોન્ટ્રાક્ટર મુળ રહે , વોર્ડ નં ૦૧ પાર્ટ નં ૨૧૭ ગામ નાકનપુર મેવાત થાનાવકફ બોર્ડ હોસ્ટેલ -પુન્હાના જી નુહ મેવાત હાલ રહે . ( હરીયાણા ) નુહુ – નુહ જી – તાઉડુ રોડ નુહ થાના , પાસે ( ૨ ) સહનબાઝ રૂકમુદ્દીન ખાન ઉ ૨૫ – .વ . ધંધો – ડ્રાઇવીગ રહે વોર્ડ નં ૦૮ હિદાયત બસ્તી નુહ જી નુહ ( હરિયાણા ) નાઓ હતા અને સદર કારની તલાશી લેતા તેમાંથી સાયલેન્સર ( કેટાલીક મફલર ) નંગ ૬ જેની કુલ કિ.રૂ ૩,૦૦,૦૦૦ / ( ૬ x ૫૦,૦૦૦ ) મળી આવેલ .
ઉપરોક્ત બન્ને ઇસમોને ગુનાના કામે હસ્તગત કરી પુછપરછ કરતાં ભરુચ શહેર ખાતેથી જુદી – જુદી જગ્યાએથી સાયલેન્સર ( કેટાલીક મફલર ) નંગ -૦૫ તથા દહેજ જોલવા ખાતેથી ૦૧ સાયલેન્સર ચોરી કરેલાની કબુલાત કરેલ છે , સદર બન્ને આરોપીઓના કોપીડ ટેસ્ટ કરાવી રીપોર્ટ નેગેટીવ આવતા સદર બન્ને આરોપીઓને ગુનાના કામે અટક કરેલ છે અને ગુનાના કામે ચોરીમાં વપરાયેલ મારૂતી સુઝુકી સ્વીફ્ટ ગાડી નંબર HR – 26 – CJ – 3408 કિ.રૂ .૪,૦૦,૦૦૦ / – તથા ચોરી થયેલ સાયલેન્સર ( કેટાલીક મફલર ) નંગ ૦૬ કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / – મળી કુલ્લે કિ.રૂ .૭,૦૦,૦૦૦ / -નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ છે .
ગુનાની એમ.ઓ
સદર ગુનાના કામે પકડાયેલ બન્ને આરોપીઓ ગોડાઉન / ગ્રાઉન્ડ / પાર્કીગ , રેલ્વે સ્ટેશન સોસાયટી વિગેરે જગ્યાએ રાત્રી દરમ્યાન પડેલી ફક્ત ઇકો કારનેજ ટાર્ગેટ કરી તેમાંથી સાયલેન્સર ( કેટાલીક મફલર ) ની ચોરી કરી તેને તોડીને તેમાંથી માટી કાઢી વેચાણ કરે છે . આ માટીમાંથી કિંમતી ધાતુ નીકળતી હોય છે . જેની આશરે એક કિલોની ૧૦૦૦૦ / – જેટલી કિમત મળતી હોય છે . આરોપીઓ સાયલેન્સર ( કેટાલીક મફલર ) ને ઢોલકીના નામે ઓળખે છે .
શોધાયેલ ગુન્હાઓ
( ૧ ) ગુ.ર.નં.
૧૧૧૯૯૦૧૬૨૧૦૦૦૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ દહેજ પો.સ્ટે ( ૨ ) ગુ.ર.નં
૧૧૧૯૯૦૧૬૨૧૦૦૧૦ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ભરુચ શહેર “ એ ” ડીવી . પો.સ્ટે
( ૩ ) ગુ.ર.નં ૧૧૧૯૯૦૧૬૨૧૦૦૦૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ભરુચ શહેર “ એ ” ડીવી . પો.સ્ટે
( ૪ ) ગુ.ર.નં
૧૧૧૯૯૦૧૬૨૧૦૦૧૦ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ભરુચ શહેર “ બી ” ડીવી . પો.સ્ટે
રીકવર મુદ્દામાલ
ઇકો ગાડીની સાયલેન્સર ( કેટાલીક મફલર ) નંગ ૦૬ કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / – તથા મારૂતી સુઝુકી . સ્વીફ્ટ ગાડી નંબર HR – 26 – CJ – 3408 કિ.રૂ .૪,૦૦,૦૦૦ / – મળી કુલ્લે કિ.રૂ .૭,૦૦,૦૦૦ / -નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી રીકવર કરેલ છે
કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી
પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.સી ગોહીલ , પોલીસ સબ ઇન્સપેક્ટર વી.આર પ્રજાપતિ , ASI રમેશભાઇ ભુખણભાઇ બ.નં ૧૪ ૭૧ , અ.હે.કો . ખોડુભા નાગજીભા બ.નં ૧૧૦૨ , અ.પો.કો જયરાજસિહ પોપટસિહ બ.નં ૦૧૦૧૬ , અ.પો.કો પિન્ટુભાઇ ગટુરભાઇ બ.નં ૦૧૧૮૩ , અપો.કો પંકેશભાઇ તુલશીરામ બ.ન ૧૨૯૭ , અ.પો કી , પરેશભાઇ પરબતભાઇ બ.ને ૦૧૩૦૪.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.