ભરૂચ – સોમવાર – ભરૂચ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મહત્તમ મતદાન થાય અને લોકશાહીના આ પર્વમાં છેવાડાના માનવી સુધી જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગંધાર, તા. વાગરા ખાતે સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિઓ દ્વારા વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાગરા તાલુકાના દરિયાકાંઠાના મીઠા ઉદ્યોગમાં રોકાયેલા કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે અધિકારીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી. અગરિયા ભાઈઓ-બહેનોને આગામી તારીખ ૨૬ એપ્રિલના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયામાં અચૂક ભાગ લેવા અને લોકશાહીને મજબૂત બનાવવા માટે સમજ આપવામાં આવી હતી. આ તકે તમામ કામદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરવાના શપથ લીધા હતા.
ટીમ દ્વારા ગંધારના સ્થાનિક રહેણાંક વિસ્તારોમાં ઘરોની મુલાકાત લઈને મતદારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.