ભરૂચ – બુધવાર – ભરૂચ જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકાનો સમાવેશ થાય છે. તેમાં મહત્તમ મતદાન થાય તેવા શુભ આશય સાથે વહીવટી તંત્ર દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત ‘જન શિક્ષણ સંસ્થાન’ ખાતે એક નવતર પ્રયોગ રૂપે લાઈવ ચોકલેટ મેકિંગ વર્કશોપ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ૧૦૦ થી વધુ ઉત્સાહી મહિલાઓએ ભાગ લીધો હતો. આ અવસરે સ્વિપ નોડલ અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓને મતદાન પ્રક્રિયાની ઝીણવટભરી સમજ આપી હતી અને લોકશાહીમાં એક-એક મતના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વહીવટી તંત્રની અપીલ અને પ્રતિજ્ઞા ડૉ. પરમારે વહીવટી તંત્ર વતી ઉપસ્થિત મહિલાઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, આગામી તારીખ ૨૬ એપ્રિલના રોજ તેઓ સ્વયં પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચે અને પોતાની આસપાસના નાગરિકોને પણ આ લોકશાહીના પર્વમાં જોડાવા પ્રોત્સાહિત કરે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહિલાઓએ અચૂક મતદાન કરવા માટેના ‘મતદાન શપથ’ લીધા હતા.






Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.