ભરૂચ – શુક્રવાર – ગાંધીનગર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી તા. ૨૬-૦૪-૨૦૨૬ના રોજ યોજાનારી ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૧-૦૪-૨૦૨૬ (શનિવાર) છે.
સામાન્ય રીતે આ દિવસે બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા હોય છે, પરંતુ ચૂંટણીની પ્રક્રિયાને ધ્યાને રાખીને રાજ્ય ચૂંટણી આયોગે મહત્વનો નિર્ણય લીધો છે.ચૂંટણી આયોગની જાહેરાત મુજબ, ૧૧મી એપ્રિલે રજાના દિવસે પણ સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓની કચેરીઓ નિયમિત રીતે ખુલ્લી રહેશે.
આ દિવસે ઉમેદવારી પત્રો સ્વીકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ આ ફેરફારની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. તેમ ગાંધીનગર રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્વારા આપેલ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.