આમોદ-મુલેર-દહેજ રોડ ઉપર બાદલપુર ખાડી પર નવા બ્રીજની કામગીરી ચાલુ હોવાથી, જાહેર જનતાની સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઇ.ચા.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પાર્થ જયસ્વાલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે મળેલી સત્તાની રૂએ આમોદ – દહેજ – મુલેર રોડ ઉપર ચાંચવેલથી મુલેર સુધીનો રસ્તો હુકમની તારીખ ૨ એપ્રિલ૨૦૨૬થી ૯૦ દિવસ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે.
રસ્તો બંધ રહેવાના સમયગાળા દરમિયાન ભારે વાહનો માટે આમોદ તરફથી મુલેર તરફ આવતા ભારે વાહનો ચાંચવેલ – બદલપુરા – ઓચ્છણ – મુલેર થઈને જઈ શકશે. મુલેર તરફથી આમોદ તરફ આવતા ભારે વાહનો ઓચ્છણ – બદલપુરા – ચાંચવેલ – આમોદ થઈને જઈ શકશે આ રીતે ડાયવર્ઝન રૂટ નક્કી કરવામાં આવ્યા છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ કામગીરી માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાના ન હોય તેવા અધિકારીઓને ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છેઉપરોકત તમામ વિગતો ઇ.ચા.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પાર્થ જયસ્વાલ દ્વારા આપેલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.






Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.