Nari Prahar

News Website

શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થશે.

શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થશે.
Views: 58
0 0

Read Time:2 Minute, 54 Second

સમગ્ર શિક્ષા ટીમ ભરૂચ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સંયુક્ત આયોજન હેઠળ ભરૂચ જિલ્લાની ત્રણમાં આવેલી પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા, પીએમશ્રી જય માતાજી આશ્રમશાળા દોડવાડા અને શિવશક્તિ આશ્રમશાળાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો.

આ પ્રવાસ અંતર્ગત વિદ્યાર્થીઓએ અમદાવાદ સ્થિત સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી, જ્યાં વૈજ્ઞાનિક અભિગમ અને આધુનિક ટેકનોલોજી અંગે પ્રાથમિકથી લઈને ઊંડાણપૂર્વકની માહિતી પ્રાપ્ત કરવાની અનમોલ તક મળી હતી. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક તેમજ પ્રેરણાત્મક બની રહી હતી.

સાયન્સ સિટીમાં વિદ્યાર્થીઓએ પ્રથમ Aquatic Gallery ની મુલાકાત લીધી, જ્યાં દેશ-વિદેશની વિવિધ પ્રજાતિઓની માછલીઓ નિહાળી અને તેમની વિશેષતાઓ વિશે માહિતી મેળવી. ત્યારબાદ Robotics Gallery ની મુલાકાત દરમિયાન આધુનિક યુગમાં ટેકનોલોજીના વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં રોબોટિક્સના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓ માહિતગાર બન્યા. અહીં પ્રદર્શિત વિવિધ પ્રકારના રોબોટ્સ માનવજીવનને સરળ બનાવવામાં કેવી રીતે સહાયરૂપ બને છે તે અંગે જીવંત સમજ મળી.

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ મિશન કંટ્રોલ સેન્ટરમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (ઈસરો) સંબંધિત ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી, જેના માધ્યમથી ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના પ્રારંભથી લઈને અત્યાર સુધીના ગૌરવપૂર્ણ સંશોધનો અંગે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી. મોટી સ્ક્રીન્સ પર રૉકેટ લોન્ચિંગ પ્રક્રિયા, મોનિટરિંગ સિસ્ટમ, રૉકેટની સ્થિતિ અને કક્ષાની માહિતી જેવા મુદ્દાઓ વિદ્યાર્થીઓ માટે અત્યંત રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહ્યા.

આ શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવામાં તથા ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરું પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %