જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ વ્યાપક અને સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC) અને જિલ્લા જલ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સુવિધા માટે પાણી પુરવઠાના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી આ મિટીંગમાં મુખ્યત્વે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની સ્થિતિ, O&M કામગીરી, પાણી ગુણવત્તા ચકાસણી, ફરિયાદોનું નિવારણ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળના કામોની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. શાળા અને આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધાઓ, FTK દ્વારા ટેસ્ટિંગ, તથા ગતિશીલ પ્રોજેક્ટની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં પણ કરવામાં આવ્યું હતું.
વધુમાં, કલેક્ટરશ્રીએ જિલ્લામાં જનતાને પીવાના પાણી બાબતે કોઈપણ તકલીફ ન રહે તે માટે અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. તેમજ પાણી પુરવઠા સંબંધિત કોલ સેન્ટર / ટોલ ફ્રી (૧૯૧૬ ) નંબરનો જિલ્લામાં વ્યાપક પ્રસાર થાય તે માટે આયોજન કરવાની પણ સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પાણી પુરવઠા અધિકારી અને વાસ્મોના યુનિટ મેનેજર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.






Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી