ભરૂચ – શુક્રવાર – જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે દ્વારા નેત્રંગ તાલુકાની પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા, બ્રાન્ચ પ્રાથમિક શાળા અને થવા ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લીધી હતી.
સરકારશ્રીની ‘પીએમ શ્રી’ યોજના અંતર્ગત પસંદ થયેલી આ શાળામાં શૈક્ષણિક ગુણવત્તા અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરવાના હેતુથી આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ ગ્રામ પંચાયતના દફતરની તપાસણી અને વિકાસના કોમોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમના જ્ઞાનના સ્તરની ચકાસણી કરી હતી. તેમણે શિક્ષકોને શિક્ષણમાં નવીન ટેકનોલોજી અને પ્રવૃત્તિમય શિક્ષણ (Activity Based Learning) નો વધુ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. તેમણે શાળામાં આવેલી સુવિધાઓની ચકાસણી કરતા પીએમ શ્રી યોજના અંતર્ગત મળેલ ગ્રાન્ટમાંથી કરવામાં આવેલા વિકાસલક્ષી કાર્યો, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને લાઈબ્રેરીની મુલાકાત લઈને કામગીરીની સંતોષકારક નોંધ લીધી હતી.
પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળાની બહુઆયામી અભિગમની પ્રવૃતિઓ અને રમત-ગમ્મત ક્ષેત્રે શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિઓ જાણી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ શાળામાં સ્વચ્છતાની સ્થિતિ તપાસી હતી અને મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ વિઝીટ દરમ્યાન થવા ગ્રામ પંચાયતના દફતરની તપાસણી અને વિકાસના કોમોની સમીક્ષા કરી હતી. તેમજ ગ્રામ્ય કક્ષાએ સફાઈ સંબંધિત ચકાસણી કરી રોજેરોજ સફાઈ કરવા સુચના આપી હતી. જિલ્લા અધિકારીશ્રીએ શાળાની એકંદર પ્રગતિ જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો અને નવી શિક્ષણ નીતિના મુખ્ય સ્તંભને અનુસરેલી શાળા ભવિષ્યમાં મોડેલ સ્કૂલ તરીકે ઉભરી આવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ મુલાકાત દરમિયાન નેત્રંગ તાલુકા ઈન્ચાર્જ ટીડીઓશ્રી, શાળાના ર્આચાર્યશ્રી રંજન વસાવા અને સ્ટાફ હાજર રહ્યો હતો.






Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી