ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં ભરૂચ જિલ્લો કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં અગ્રેસર બની “ભારતનું કેમિકલ કેપિટલ” તરીકે ઓળખ મેળવી રહ્યો છે. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, સાયખા અને વિલાયત જેવા ઔદ્યોગિક ક્લસ્ટર્સના કારણે અહીં વિશ્વકક્ષાનો કેમિકલ ઇકોસિસ્ટમ વિકસ્યો છે.જિલ્લામાં આશરે 1394 જેટલા નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે, જેમાંથી 45%થી વધુ કેમિકલ યુનિટ્સ છે.
આ ઉદ્યોગો દ્વારા લગભગ 2 લાખ લોકોને રોજગારી મળી રહી છે. ભરૂચનો દેશના કુલ કેમિકલ નિકાસમાં અંદાજે 19%થી વધુ ફાળો છે, જ્યારે ગુજરાત રાજ્યનો કુલ ફાળો લગભગ 45% છે.
આગામી VGRC દક્ષિણ ગુજરાત 2026, સુરતમાં યોજાનાર મહત્વપૂર્ણ મંચ ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને નીતિનિર્માતાઓને જોડશે. આ કાર્યક્રમ દ્વારા નવા રોકાણ, ટેકનોલોજી સહકાર અને વૈશ્વિક ભાગીદારી માટે તકો ઊભી થશે.પર્યાવરણ સંરક્ષણ માટે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ZLD સિસ્ટમ અને પ્રદૂષણ નિયંત્રણ સુવિધાઓ અમલમાં છે. સરકારની અનુકૂળ નીતિઓ, સબસિડી અને સિંગલ વિન્ડો સિસ્ટમથી ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે.PCPIR પ્રોજેક્ટ અને દહેજ જેવા વિસ્તારોમાં વિકાસથી ભવિષ્યમાં ભરૂચ વધુ મોટું વૈશ્વિક ઔદ્યોગિક હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.






Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી