ભરૂચ જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમૂખુ અભિગમને આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદોની સંબંધિત વિભાગો તેમજ અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સરકારશ્રીના જુદા- જુદા વિભાગો જેવા કે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર વિભાગ, મહેસુલ,પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ જેવા વિભાગોને લાગતી અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદોની સમીક્ષા કરી અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપતા ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી માસમાં યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યકમની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી, જિલ્લા કક્ષા અને તાલુકાના વિવિધ વિભાગોના અધિકારી અને અરજદારો હાજર રહ્યા હતા.






Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી