Nari Prahar

News Website

પાલેજ ટાઉન માંથી શંકાસ્પદ ૧૦ ગ્રામ સોનાની બિસ્કીટ નંગ-૦૧ કિ.રૂ.-૧,૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી પાલેજ પોલીસ.

પાલેજ ટાઉન માંથી શંકાસ્પદ ૧૦ ગ્રામ સોનાની બિસ્કીટ નંગ-૦૧ કિ.રૂ.-૧,૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી પાલેજ પોલીસ.
Views: 573
0 0

Read Time:2 Minute, 43 Second

પોલીસ મહાનિરીક્ષકસંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓ દ્રારા જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય જે સબબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.કે.પટેલ સાહેબ ભરૂચ વિભાગ, ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સ્પેક્ટરએ.એ.ચૌધરી પાલેજ પો.સ્ટે નાઓ દ્વારા ઉપરોક્ત સુચના અન્વયે પાલેજ પો.સ્ટેની સર્વેલન્સ સ્ટાફની ટીમ તથા અન્ય પોલીસ માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતાં તે દરમ્યાન અ.પો.કો.કરશનભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે, એક ઈસમ જેને શરીરે ગ્રે કલરનું સફેદ લીટા વાળું આખી બાયનું શર્ટ તથા કમરના ભાગે મહેંદી કલરનું ફોર્મલ પેન્ટ પહેરેલ છે. જે પાલેજ બજારમાં બિલ વગરનું એક સોનાનું ૧૦ ગ્રામ નું બિસ્કિટ લઈને પાલેજ ટાઉનમાં વેચવા માટે ફરે છે…

તે મુજબની મળેલ બાતમી હકિકત આધારે ઉપરોક્ત વર્ણન વાળા કપડાવાળો ઇસમ પાલેજ બજારમાં ફરતો જણાતા તેને રોકી તેનુ નામઠામ પુછતા તેને પોતાનુ નામ સુભાષભાઈ હરિભાઈ વસાવા રહેવાસી-બોરી ગામ ડેરી ફળિયું તા.જી.ભરૂચ નો હોવાનુ જણાવેલ અને પંચો રૂબરૂમાં તેની અંગઝડતી કરતા તેના પેન્ટનાં ખીસ્માથી એક કાગળમાં વીટાળેલ પીળા રંગનું સોનાનું બિસ્કિટ મળી આવેલ જેના ઉપર અંગ્રેજીમાં JK JEWELLERS Station Road Bharuch 10gm FINE GOLD 999 તથા બીજી બાજુ 999 MBR લખેલ છે. જે મળી આવેલ બિસ્કિટ અંગે તેના બીલ કે આધાર પુરાવા રજુ કરવા જણાવતા રજુ કરેલ નહી જેથી પકડાયેલ સોનાનુ બિસ્કીટ ચોરી કે છળ કપટથી મેળવેલ હોવાનુ જણાતા સદર શંકાસ્પદ ૧૦ ગ્રામ સોનાની બિસ્કીટ નંગ-૦૧ કી.રૂ.-૧,૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ભારતીય નાગરીક સુરક્ષા સંહીતાની ૨૦૨૩ ની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે…

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %