ભરૂચના નેત્રંગ તાલુકામાં જૂના નેત્રંગ પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષિકા ઝાલા રામીબેન દેવસીભાઈને તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ વક્તા મોરારીબાપુના હસ્તે “ચિત્રકૂટ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો.
તેમને ઈનોવેશન અને ક્રિયાત્મક સંશોધન, રીસર્ચ પેપર લેખન અને પ્રેઝન્ટેશન,(RP, KRP) – તજજ્ઞ અને નિર્ણાયક તરીકેની કામગીરી, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં યોગદાન, School Innovation Council ની પ્રવૃત્તિઓ તેમજ રમત દ્વારા શિક્ષણને પ્રોત્સાહન વગેરે શિક્ષણ ક્ષેત્રે કરેલી અનોખી કામગીરી બદલ “ચિત્રકૂટ એવોર્ડ” મળ્યો છે. ખંતીલા અને ઉત્સાહી રામીબેન ઝાલાને આ સન્માન મળવાથી નેત્રંગ તાલુકા તેમજ ભરૂચ જિલ્લાના સમગ્ર શિક્ષણ પંથકમાં આનંદનું મોજું ફરી વળ્યુ છે. રામીબેનની શિક્ષણક્ષેત્રની આ ઉપલબ્ધિથી તાલુકા તથા જિલ્લાનું ગૌરવ વધ્યું છે.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી