તા. 26/01/2026 સોમવારના રોજ મોટા મદ્રસા જામેઆ અરબીયા તાલીમુલ ઇસ્લામ, આણંદ સંચાલિત મદ્રસા હાઈસ્કૂલમાં 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન,બાન અને શાનથી કરવામા આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સંસ્થાના પ્રમુખ વહોરા મુહંમદ અફઝલ મૌ.અબ્દુલહક્ક મૌલાના મેન્સન સાહેબ, ચીફ ગેસ્ટ તરીકે વહોરા હાફેજ અશરફ મૌલાના અબ્દુલ હક મેન્સન સાહેબ(U.K.), પ્રો. (ડૉ ) આકીલ અલી સૈયદ સાહેબ( ફાઉન્ડર વિશી વસ્તાનવી યુનિવર્સિટી, અક્કલકુવા, માનદ ડિરેક્ટર સી.વી.એમ. યુનિવર્સિટી, વિદ્યાનગર), અતિથિ વિષેશ તરીકે શેખુલ હદીષ મૌલાના ગુલામરસુલ સાહેબ, હાજી ફિરોજભાઈ ન્યુ સફર મોટર્સ વાળા, હાજી અબ્દુલ કૈયુમ સાહેબે સ્થાન શોભાવ્યુ હતું. આ ઉપરાંત માધ્યમિક અને પ્રાથમિક વિભાગના આચાર્ય, કેમ્પસ ડાયરેક્ટર, તમામ શિક્ષક મિત્રો, મદ્રસાના દેશપ્રેમી ઉલમા-એ-કિરામ, તલબાઓ, મોટી સંખ્યામાં વાલીમિત્રો તથા આમંત્રિત મહેમાનો એ મોટી સંખ્યામાં શરૂ થી અંત સુધી હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(રિપોર્ટર: અનવર બહાદરપુરવાલા, આણંદ)






Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી