Nari Prahar

News Website

ગુજરાત .એસ.ટી.નડિયાદ વિભાગીય નિયામક દ્વારા કુ.બુસરા વ્હોરા નું થયેલું સન્માન.

ગુજરાત .એસ.ટી.નડિયાદ વિભાગીય નિયામક દ્વારા કુ.બુસરા વ્હોરા નું થયેલું સન્માન.
Views: 3490
0 0

Read Time:1 Minute, 22 Second

આજરોજ નડિયાદ એસ.ટી. વિભાગીય કચેરી ખાતે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નડિયાદ વિભાગના નિયામકશ્રી સી. ડી.મહાજન ના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો જેમાં આણંદ ડેપોમાં ફરજ બજાવતા કંડકટર આરીફ વહોરા ની દીકરી બુસરા વહોરા ધોરણ 12 સાયન્સમાં 73.57 ટકા મેળવી પાસ થતા વિભાગીય નિયામક સી.ડી.મહાજન ના શુભ હસ્તે રોકડ પુરસ્કાર તથા ચંદ્રક તેમજ મેડલ પહેરાવી પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વહીવટી અધિકારી એચ. બી. તલાટી તથા એકાઉન્ટ ઓફિસર એમ. બી.સૈયદ તથા યુનિયનના પદાધિકારીશ્રીઓએ હાજરી આપી શુભેચ્છા પાઠવી હતી બુસરા વહોરા નું તથા એસટી કર્મચારીઓના બાળકોનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. આમ બુસરા વહોરા એ આણંદ એસટી ડેપો નું ગૌરવ વધાર્યું તે બદલ ડેપો મેનેજર કમલેશ શ્રીમાળી તથા ટી. આઈ. અક્ષયભાઈ સોનેરાએ અભિનંદન પાઠવ્યા હતા.

(રિપોર્ટર: અનવર બહાદરપુરવાલા, આણંદ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %