Nari Prahar

News Website

મર્સી ફાઉન્ડેશન દ્વારા (૯) નવમો મુસાબકા મકાતિબે કુર્આનિયાહસંપન્ન થયો.

મર્સી ફાઉન્ડેશન દ્વારા (૯) નવમો મુસાબકા મકાતિબે કુર્આનિયાહસંપન્ન થયો.
Views: 2130
0 0

Read Time:1 Minute, 43 Second

મર્સી ફાઉન્ડેશન આણંદ સંસ્થા દ્વારા આણંદ – ખેડા જીલ્લામાં મકાતીબે દિનિયા (નાના મદ્રસા) છેલ્લા ૧૯ વર્ષ થી શરૂ કરેલ છે. હાલમાં આવી જગ્યાઓ ના મકાતિબના બાળકો માટે નવમો મુસાબકો મકાતિબે કુર્માનિયાહ રાખવામાં આવ્યો હતો.જેમાં આણંદ, આંકલાવ. અજજુપુરા, ખેરડા, બોરસદ, બાકરોલ, હાડગુડ-શંકરપુરા, આણંદ-સલાટીયા, અમદાવાદ ઝુપડપટ્ટી વગેરે જગ્યાઓના ૫૨ (બાવન) બાળકોએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ નંબરે મસ્જીદે કુબા આંકલાવ, અમદાવાદ, બાકરોલ, મસ્જીદે સ્વોલેહીન આણંદના બાળકો વિજેતા થયા હતા. દરેક બાળકને ભેટ સોગાદમાં કુર્આન શરીફ, તસ્બીહ, ઘડીયાળ, લંચ બોકસ, પાણી બોટલ, ડોલચુ, ગરમ ટોપી, રુમાલી આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગ માં મહેમાને ખૂસૂસી મોલાના ઝકરીયા અમદાવાદ, મોલાના મુસા આંકલાવ, સીદદીક ભાઈ બોરસદ, હાજી અનવર કાકા નાવલી, હાજી અબ્દુલવહહાબ મહેલેજી, હાફીઝ ઇમરાન સામરખા, હાફીઝ હનીફ પાકીઝા, મુફતી અબ્દુલ કુદદુસ, વલી દાદા પેટલી, ડૉકટર અબુબકકર સરકાર, અનવરજી શેખ તેમજ આણંદ જીલ્લાના ઓલમાએ કીરામ તેમજ અગ્રણીઓએ હાજરી આપીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

(રિપોર્ટર: અનવર બહાદરપુરવાલા, આણંદ)

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %