Nari Prahar

News Website

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઈન્ચાર્જ કલેકટરશ્રી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વતૈયારી અંગે બેઠક યોજાઈ

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઈન્ચાર્જ કલેકટરશ્રી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વતૈયારી અંગે બેઠક યોજાઈ
Views: 1350
0 0

Read Time:2 Minute, 48 Second

જિલ્લા કલેકટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઈન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ, શિસ્તબદ્ધ તથા ભવ્ય રીતે યોજાય તે હેતુસર આજરોજ તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વની ગરીમામય ઉજવણી થાય તે માટે જરૂરી સંકલન સાથે દરેક વિભાગ પોતાની સોંપાયેલ કામગીરી સમયસર પૂર્ણ કરે તે અંગે સૂચનાઓ આપી હતી. તેમણે કાર્યક્રમોની પૂર્વતૈયારી માટે રચાયેલી વિવિધ સમિતિઓની કામગીરીની પણ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ આમોદ તાલુકામાં આમોદ સ્થિત રેવા સુગર ગ્રાઉન્ડમાં યોજાનાર જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, પોલીસ બેન્ડ, પરેડ તથા સલામતીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટેજ,મંડપ તથા માઈક પોડીયમની વ્યવસ્થા, સન્માનપત્રો તૈયાર કરવાં,વાહન પાર્કિંગની વ્યવસ્થા, કાર્યક્રમનાં સ્થળે મેડીકલ વાહન/એમ્બ્યુલન્સ ઉપસ્થિત રાખવાં,ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ બાબતે સવિસ્તાર પરામર્શ કરવામાં આવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઈન્ચાર્જ કલેકટરશ્રી યોગેશ કાપસેએ વિશિષ્ટ કામગીરી કરેલા નાગરિકોને સન્માનપત્ર વિતરણ દરમિયાન ગોઠવણ અને વ્યવસ્થાપનમાં કોઈ અડચણ ન આવે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરશ્રીએ કાર્યક્રમને સફળ બનાવવાં માટે વિવિધ અલગ- અલગ વિભાગોને જવાબદારી સોંપી સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સુચના સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી, ઈન્ચાર્જ નિવાસી અધિક કલેકટર શ્રી પાર્થ જયસ્વાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી,પ્રાંત અધિકારીશ્રી ડૉ. સુપ્રિયા ગાંગૂલી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %