Nari Prahar

News Website

ભરૂચ જિલ્લામાં ‘પૂર્ણા કિશોરી પોષણ ઉડાન’ અને ‘પતંગ મહોત્સવ’ યોજાયો

ભરૂચ જિલ્લામાં ‘પૂર્ણા કિશોરી પોષણ ઉડાન’ અને ‘પતંગ મહોત્સવ’ યોજાયો
Views: 620
0 0

Read Time:2 Minute, 5 Second

આઈ.સી.ડી.એસ. કચેરી ભરૂચ દ્વારા જિલ્લાના ૧૨ જેટલા ઘટક કક્ષાએ “પૂર્ણા કિશોરી પોષણ ઉડાન” તથા “પતંગ મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કિશોરી બહેનોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમની આરોગ્ય સ્થિતિ મજબૂત બનાવવાનો હતો. પૂર્ણા કિશોરી પોષણ ઉડાન મહોત્સવ દરમિયાન કિશોરીઓનું એચ.બી. (હિમોગ્લોબિન) ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં સારું એચ.બી. લેવલ ધરાવતી કિશોરીઓને પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સાથે આઈ.સી.ડી.એસ. વિભાગ તરફથી શરૂ કરવામાં આવેલી પૂર્ણા યોજનાની વિગતવાર માહિતી અને માર્ગદર્શન કિશોરી બહેનોને આપવામાં આવ્યું હતું. આ પૂર્ણા કિશોરી પોષણ ઉડાન મહોત્સવ દરમિયાન ૫૦૦૭ જેટલી કિશોરીઓ અને ૨૦૬૮ જેટલી સખી અને સહસખીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની વિશેષ આકર્ષણરૂપે કિશોરી બહેનો દ્વારા પોષણ સંબંધિત સૂત્રો લખેલા પતંગો આકાશમાં ચગાવવામાં આવ્યા હતા, જે દ્વારા પોષણનો સંદેશ આનંદદાયક અને સર્જનાત્મક રીતે લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં, સુવ્યવસ્થિત રીતે અને ખૂબ જ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાથી પૂર્ણા, સી.ડી.પી.ઓ., મુખ્યસેવિકા સહિત આઈ.સી.ડી.એસ. વિભાગનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આંગણવાડી વર્કર બહેનો તથા મોટી સંખ્યામાં કિશોરી બહેનો પણ કાર્યક્રમમાં જોડાયા હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %