ભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ
ગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે : વધુ આકરી સજા અને દંડની જોગવાઇઃ સરકાર ચોમાસુ સત્રમાં લાવશે બિલ : ગુનેગારને જમીનની જંત્રી જેટલો દંડ પણ ભરવો પડશેઃ જમીનના કેસ ચલાવવા ખાસ કોર્ટ : સરકાર સ્પે. પબ્લીક પ્રેપ્સીકયુટરની પણ નિમણુક કરશે
નવી દિલ્હી,તા. ૧૯: ગુજરાતમાં એ જમીન પચાવી પાડવાના ખેલ કરનારા ભૂમાફિયાઓની હવે ખેર નથી. રાજ્ય સરકાર એક નવો કાયદો લાવી રહી છે. જેમાં આકરો દંડ અને કડક સજાની પણ જોગવાઇ છે. સરકાર જે કાયદો લાવી રહી છે જે હેઠળ દોષિતને ૧૪ વર્ષ સુધીની સજા થઇ શકે છે.
રાજયમાં ધાકધમકી અને જોરજબરજસ્તીથી જમીન પડાવી લેવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ભુમાફિયાઓ પર નકેલ કસવા માટે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કાયદામાં સુધારો કરીને ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવા તૈયારી કરી રહી છે. રાજય સરકારના રેવન્યુ વિભાગ દ્વારા આ માટે ‘ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહિબિશન) બિલ ૨૦૨૦’નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જેને વિધાનસભાના આગામી મહિને મળનાર ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.
આ પ્રસ્તાવિત બિલમાં ગુનો સાબિત થયો હોય તેવા કેસમાં ભુમાફિયાઓને વધુમાં વધુ ૧૪ વર્ષની જેલની સજા અને ઓછામાં ઓછી ૧૦ વર્ષ સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગે જાણકારી ધરાવતા ઉચ્ચ સૂત્રોએ કહ્યું કે નવા પ્રસ્તાવિત કાયદા મુજબ જે ગુનેગાર સાબિત થશે તેમણે જે તે જમીનની જંત્રી જેટલો દંડ પણ ભરવો પડશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના એક અહેવાલમાં જણાવ્યું છે.
તેમજ જો આ ગુનો આચરનાર કોઈ કંપની હશે તો જયારે ગુનો આચરવામાં આવ્યો તે સમયે કંપનીમાં ભાગ ધરાવતા હોય તેવા દરેક વ્યકિત ગુનેગાર ગણાશે અને તેમની વિરુદ્ઘ કાયદેસર પગલા લેવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે આ કાયદાનું બિલ ગત બજેટ સેશનમાં જ રજૂ થનાર હતું પરંતુ કોવિડ-૧૯ના પરિસ્થિતિને જોતા તે સમયે આ બિલ રજૂ કરવામાં આવ્યું નહોતું.
રેવન્યુ વિભાગના ટોચના સૂત્રોએ કહ્યું કે આ પ્રસ્તાવિત કાયદો વધતા જતા જમીન પડાવી લેવાના ગુનાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. પછી તે વ્યકિતગત ગુનો હોય કે કંપની બનાવીને જમીન પડાવી લેવાનો ગુનો આચર્યો હોય, આ જમીન ધાકધમકી, જોરજબરજસ્તી, ગેરકાયદેસર રીતે પડાવી હોય, જમીન સરકારી હોય, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની હોય, ટ્રસ્ટની હોય કે પછી વ્યકિતગત માલિકીની તમામ બાબતોને આ નવા કાયદામાં આવરી લેવામાં આવી છે.
જમીન પડાવી લેતા આ ભુમાફિયાઓ ખોટા દાવાઓ કરી છેતરપિંડીકરે છે. અનૈતિક જમીન દલાલો સાથે મળીને ખોટી રીતે જમીનના સોદા કરે છે અને લોકો સાથે છેતરપિંડી કરીને રુપિયા પડાવી લે છે. આવી અનૈતિક અને ગેરકાયદે પ્રવૃત્ત્િ। કાયમ માટે બંધ થવી જોઈએ.





Average Rating
More Stories
Contact Us
આજ રોજ તા.17/09/2020 ના દાણીલીમડા પોલીસ સ્ટેશન SHE TEAM અને NGO’s ના સહયોગ થી જમવાનું વિતરણ કરવામાં આવ્યું..
વાલીયા તાલુકા પરચેઇઝ સેલ યુનિયન નાં ઉપ પ્રમુખ કરમરિયા સામે સહકારી કાયદા કલમ – 76 બી (1) અને 76 બી (2) હેઠર નો જિલ્લા રજીસ્ટાર દ્વારા હુકમ થતાં “સહકારી ક્ષેત્રે ભૂકંપ” સહકારી કાયદો હાથમાં લેવાનું પરીણામ….