સુરતમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વધુ એક મોટી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી NOC આપવા બદલ રૂ. 1 લાખની લાંચ માગી અને સ્વીકારતા સુરત મહાનગરપાલિકાના ડીવીઝનલ ફાયર ઓફિસર તથા ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઇશ્વરભાઇ મગનભાઇ પટેલને ACBએ રંગેહાથ ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેમણે પોતાની હોટલ માટે ફાયર સેફ્ટીની NOC મેળવવા અરજી કરી હતી. આ અરજીની કાર્યવાહી કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC) આપવા બદલ આરોપી અધિકારીએ રૂ. 1,00,000/- ની લાંચની માંગણી કરી હતી.લાંચ આપવા ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB દ્વારા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું.
તા. 24/12/2025ના રોજ સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા મુગલીસરાઇ ફાયર સ્ટેશનના પહેલા માળે, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસમાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 1 લાખની લાંચ સ્વીકારી હતી.લાંચ સ્વીકારતા જ ACBની ટીમે આરોપીને સ્થળ પર જ રંગેહાથ પકડી લીધો હતો. ટ્રેપ દરમિયાન લાંચની સમગ્ર રૂ. 1,00,000/- ની રકમ આરોપી પાસેથી રીકવર કરવામાં આવી છે.
આ સમગ્ર ટ્રેપ કાર્યવાહી નવસારી ACBના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.ડી. રાઠવાના નેતૃત્વમાં કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ACB સુરત એકમના મદદનીશ નિયામક શ્રી આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
વડોદરા રેન્જના નાયબ નિયામક શ્રી બળદેવ દેસાઇ (IPS)ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી સફળ બની છે.ACBની આ કાર્યવાહીથી સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર સામે કડક સંદેશો ગયો છે અને શહેરમાં ભારે ચર્ચા જગાઈ છે.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.