Nari Prahar

News Website

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા તણછા ખાતે ખેડૂત શિબિરનું સફળ આયોજન

Views: 10
0 0

Read Time:2 Minute, 53 Second

ભરૂચ – સોમવાર – નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો. ટી. આર. અહલાવત તેમજ સહ સંશોધન નિયામકશ્રી ડો. વી. આર. નાયકના સીધા માર્ગદર્શન હેઠળ કૃષિ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, તણછા અને સરદાર સરોવર નર્મદા નિગમ. લિ., ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તણછા ખાતે એક દિવસીય ખેડૂત શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ ૬૦ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, નકૃયુ, ભરૂચ ખાતેથી ડો. પી. એમ. સાંખલા, મદદનીશ પ્રાધ્યાપક (બાગાયત) અને ડો. કુલદીપ રાણા (એગ્રોનોમી) એ વિશેષ હાજરી આપી હતી. શ્રી ચિરાગભાઇ પટેલ (સરદાર સરોવર નર્મદા નિગમ) દ્વારા ખેડૂતોને નિતાર વ્યવસ્થાપન અને નહેરના પાણીના કાર્યક્ષમ ઉપયોગ વિશે ઉત્તમ માર્ગદર્શન પૂરું પડાયું હતું. ડો.પી. એમ. સાંખલા (બાગાયત) દ્વારા ખેડૂત મિત્રોને બાગાયતી પાકોની ખેતી વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. ડો. કુલદીપ રાણા (એગ્રોનોમી) દ્વારા ખેતીમાં આધુનિકરણ સાથે ખર્ચ ઘટાડીને નફાકારક ખેતી કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આમ ઉપરોક્ત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા ખેડૂત મિત્રોને આધુનિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે ૨૦ ખેડૂત મિત્રોને ઘઉંની આધુનિક ખેતી માટેની નિદર્શન કીટ ફાળવવામાં આવી હતી. ૫ ખેડૂત મિત્રોને ચણાની આધુનિક ખેતી માટેની નિદર્શન કીટ ફાળવવામાં આવી હતી. તદુપરાંત, તમામ ૬૦ ખેડૂતોને કેન્દ્ર ખાતે લગાવવામાં આવેલા તુવેર, મગ અને દિવેલાના નિદર્શન પ્લોટની મુલાકાત કરાવીને આધુનિક તકનીકો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રના વડા ડો. અંકિત ગઢિયા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કેન્દ્રની પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. નિગમ ખાતેથી શ્રી પ્રદીપભાઇ જોશીયારા, આ શિબિર ખેડૂતોને આધુનિક અને નફાકારક ખેતી તરફ વાળવામાં ઉપયોગી સાબિત થઈ હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %