આણંદ જિલ્લા ભાજપ વતી બુકે નહીં પરંતુ પંચોતેર હજાર નોટબૂકો આપી ને આજરોજ ભાજપ પ્રદેશ પ્રમુખ નું અનોખું સન્માન કરવા મા આવ્યું, હજારો કાર્યકરો એ જગદીશજી વિશ્વકર્મા નું સન્માન આથમતી સન્ધ્યા એ કરવા મા આવ્યું હતું. એમાં દરેક જાતિ અને સમાજના લોકો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુસ્લિમ સમાજ તરફથી હાજી સિકંદર માસ્ટર, સેહજાદભાઈ બારનંબર વાળા અને નાનજીભાઈ સોપારીવાળા એ હાજરી આપી નોટબુકો આપી ને અધ્યક્ષ શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી રમણભાઈસોંલકી, મઁત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ સઁજયભાઈ પટેલ, સંસદસભ્ય મિતેશભાઈ પટેલ, (બકાભાઈ ), ધારાસભ્યયોગેશભાઈ (બાપજી) ગોવિંદસિંહજી તેમજ પૂર્વ એમ.પી દિલીપભાઈ પટેલ, લાલસિંહ વડોદરીયા, મહેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખેઅને ચાલુ શહેર પ્રમુખ એચ. કે .પટેલ હાજરી આપી અને ખુબ જ સરસ બહુમાન કર્યું હતું.અંત માંઅધ્યક્ષ શ્રી જગદીશજી એ આણંદ જિલ્લા નો ખુબ ખુબ આભાર માન્યો હતો.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)





Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી