ભરૂચ તાલુકાના પવિત્ર શુકલતીર્થ મેળામાં આવતા યાત્રાળુઓના લાભાર્થે તા.૦૩/૧૧/૨૦૨૫ થી તા. ૦૯/૧૧/૨૦૨૫ સુધી ‘કાનુની સલાહ અને સહાય સ્ટોલ’ શરૂ કરવામાં આવેલ હતો. ભરૂચ જિલ્લાના લોકો પોતાના કાનુની અધિકારો વિષે જાગૃત થાય તે ઉમદા હેતુથી આ સ્ટોલમાં ઉપસ્થિત પેરા લીગલ વોલેન્ટીયર્સ દ્વારા મેળામાં આવતા યાત્રાળુઓને પોતાના કાનુની અધિકારો વિષે સમજ આપી હતી તેમજ અલગ અલગ કાયદાઓની પુસ્તીકાઓનું વિતરણ કરવામાં આવેલ. મેળા દરમ્યાન જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ દ્નારા શરૂ ક૨વામાં આવેલ આ ઝુંબેશનો મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો. કાનુની સલાહ અને સહાય માટે શરૂ ક૨વામાં આવેલ સ્ટોલની જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી.પી. મોકાશી ઘ્વારા મુલાકાત લેવામાં આવેલ જેમણે કાર્યક્રમના આયોજનમાં સહકાર આપના૨ તમામ લોકોનો આભાર વ્યકત કર્યા હતો. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી