Nari Prahar

News Website

કરજણના વલણ ગામે EF ફોર્મ માટે વિશેષ કેમ્પ: 250થી વધુ લોકોએ કરી નોંધણી

Views: 8
0 0

Read Time:2 Minute, 0 Second

કરજણ તાલુકાના વલણ ગામે ડકરી મેમોરિયલ પ્રાથમિક કન્યા શાળામાં બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા EF (Application for Inclusion) ફોર્મ ભરાવવા તથા જમા કરવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મામલતદાર કચેરીની સૂચના પ્રમાણે આ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ્ય ગામજનોમાં જાગૃતિ લાવવાનું અને મતદાર યાદીમાં નવા મતદારોની સાચી અને વ્યાપક નોંધણી સુનિશ્ચિત કરવાનો હતો.કેમ્પની શરૂઆતમાં BLO દ્વારા ગ્રામજનો ને EF ફોર્મની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની વિગતવાર સમજણ આપવામાં આવી. તેમણે જણાવ્યું કે SIR (Special Intensive Revision) પછી ફરી શરૂ થયેલી આ પ્રક્રિયામાં આધાર કાર્ડ, રેશન કાર્ડ તથા ફોટો જેવા દસ્તાવેજોની ચકાસણી કરીને લોકોને ફોર્મ ભરવામાં સહાય કરવામાં આવી રહી છે.આ કેમ્પમાં આશરે 250થી વધુ ગ્રામજનો, ખાસ કરીને 18થી 25 વર્ષની યુવા વયની યુવતિઓ અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.કરજણની મામલતદાર છાયાબેન પઠિયાર સ્વયં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું કે, “આ પ્રક્રિયા દ્વારા વલણ ગામની વોટર લિસ્ટ વધુ વ્યાપક અને સચોટ બને છે.”ગામ પંચાયતના સરપંચ સિરાજ પુડાં, ડેપ્યુટી સરપંચ સાજીદ દુઘારા, તલાટી ઇમ્તિયાઝભાઈ સહિત પંચાયતના સભ્યો અને ગામના યુવાનોએ આ અભિયાનમાં સક્રિય સહયોગ આપ્યો. ગામજનોને મતદાર તરીકે નોંધાવા પ્રોત્સાહિત કરતાં તેમના અધિકારનો ઉપયોગ કરવાની અપીલ પણ કરવામાં આવી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %