Nari Prahar

News Website

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ બદલ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા અને સંતોષ વ્યક્ત કરતા ખેડૂત શ્રી પરસોત્તમ પટેલ

Views: 8
0 0

Read Time:2 Minute, 10 Second

ભરૂચ- રવિવાર- રાજ્ય સરકારે અગાઉની જેમ આ વખતેય ધરતીપુત્રો પ્રત્યેની સંપૂર્ણ સહાનુભૂતિ સાથે કુદરતી આફત સામે તેમની પાછળ પડખે ઊભી રહીને સહાય આપવાનો પરંપરાગત અભિગમ જાળવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કિસાન હિતકારી દિશા-દર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકાઓમાં ભારે વરસાદથી ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું. રાજ્ય સરકારની આ સહાય ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. અંકલેશ્વર તાલુકાના ખેડૂતોમાંઆ સહાય જાહેરાતથી ખુશીની લહેર પ્રસરી ગઈ છે અને તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી હતી. ગામના ખેડૂતોએ પાકમાં થયેલા મોટા નુકસાન સામે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ બદલ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા અને સંતોષ વ્યક્ત કર્યો અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના પરસોત્તમ ડાહ્યા પટેલ, પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, કમોસમી વરસાદથી ખૂબ નુકસાન થયુ. છે. જેના કારણે ખેડૂત નિરાશા અનુભવી રહ્યો હતો. ખેડૂતો પાયમાલ થઈ જાય એ પોષાય નહી ત્યારે ગુજરાતમાં કદી જાહેર ન થયેલું રૂ.૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ સરકારે જાહેર કર્યું છે, જે ખરેખર સરાહનિય છે. આ પેકેજમાં બે હેક્ટર જમીન દીઠ રૂ. ૪૪૦૦૦ માટે સહાય આપવામાં આવનારી છે. રાજ્ય સરકારના આ ઉદાર સહાય પેકેજથી ખેડૂત સમાજને મોટો રાહતનો શ્વાસ મળ્યો છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %