Nari Prahar

News Website

જિલ્લા સમાહર્તાશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જનજાતિય ગૌરવ યાત્રાની તૈયારીઓ અને સુચારુ આયોજનને લઈને બેઠક યોજાઈ

Views: 8
0 0

Read Time:3 Minute, 57 Second

ભરૂચ – ગુરુવાર – ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં આયોજિત થનારા જનજાતીય ગૌરવ વર્ષ રથયાત્રા કાર્યક્રમની રૂપરેખા સુનિશ્ચિત કરવા, તેનું સુચારું આયોજન અને તૈયારીઓને લઈને ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ તકે, જિલ્લા કલેકટરશ્રીએ કાર્યક્રમ અન્વયે વિવિધ સુચારું માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વિવિધ વિભાગોને સોંપાયેલી કામગીરી કાળજીપુર્વક થાય તે સુનિશ્ચિત કરવું અને સમગ્ર કાર્યક્રમમાં પરંપરાગત પોષાકમાં લોકોની સહભાગીદારી વધે તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. વિવિધ જનકલ્યાણકારી યોજનાના લાભ વિશેની તમામ માહિતી લોકો સુધી પહોંચે અને તેનો લાભ લોકો વધુમાં વધુ લે તેવો પ્રયાસ કરવા પણ તેમણે જણાવ્યું હતું.જનજાતીય ગૌરવ રથયાત્રાના આગમન પૂર્વે કરવાની થતી કામગીરી, જનજાતીય ગૌરવ રથયાત્રાના આગમનના દિવસે કરવાની થતી કામગીરી તેમજ કાર્યક્રમના સુચારૂ રૂપથી અમલીકરણ અર્થે સામાન્ય સૂચનાઓ કલેક્ટરશ્રીએ આપી હતી. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી સુ.શ્રી નિશા (આઈએએસ)એ કાર્યક્રમને અનુરૂપ વિગતો વિસ્તૃત રજૂ કરી હતી. ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે તા. ૦૭/૧૧/૨૦૨૫ થી તા. ૧૩/૧૧/૨૦૨૫ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં ૨ રૂટ મારફત રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. રૂટ-૧ અંતર્ગત ભરૂચ જિલ્લાનો તા. ૧૨/૧૧/૨૦૨૫ના રોજ સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે રથ યાત્રાનો સ્વાગત કાર્યક્રમ યોજાનાર છે. જેમાં વાલીયા, નેત્રંગ, જેસપોર, રાજપારડીનો સમાવેશ કરાયો છે. ભરૂચ જિલ્લાના ગામોમાં વિવિધ રૂટ વાઇઝ આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાના રૂટ ઉપર તેમજ ખાસ કરીને રાત્રિ રોકાણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ તેમજ આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીને નાટક, સભાઓ, સંવાદ, વકતૃત્વ સ્પર્ધાઓ જેવા વિવિધ માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ ઉજવણીમાં પ્રભાત ફેરી, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, શપથગ્રહણ સહિત વગેરે પ્રવૃત્તિઓ કરાશે. આદિજાતિમાંથી આવતાં રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓ, પ્રગતીશીલ ખેડુતો વગેરેનું સન્માન કરાશે. વધુમાં ગ્રામજનો વિવિધ સરકારી સેવાઓનો લાભ કાર્યક્રમ સ્થળેથી મેળવી શકશે. જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી અગાઊ શાળાઓ, કોલેજોમાં રમતગમત, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન અંગે પ્રચાર -પ્રસાર કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, અધિક કલેકટરશ્રી એન.આર.ધાંધલ અને જિલ્લા વહીવટી તંત્રના લાઈઝનીગ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %