શ્રીમતી જ્યોતિબેન નરેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાનેથી લાલજી ( કૃષ્ણ ) નો વરઘોડો નીકળીને નીલકંઠ મહાદેવ આવ્યો .ઘનશ્યામભાઈ અને દેવીબેન પટેલે લાલજી નું હદય ના ઉમળકાથી સ્વાગત કરી કન્યાદાન કર્યું . ફટાકડા ફૂટ્યા અને લગ્ન ગીતો ગવાયા .મામા તરીકે કલ્પેશભાઈ ( પીન્ટુભાઇ ) પટેલ હતા. નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી છાયાબેન કલ્પેશભાઈ પટેલ તેમજ સંજયભાઈ પટેલ અને અજયભાઇ એ આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી . તુલસી વિવાહ ને સફળ બનાવવા આયોજક શ્રીમતી રેખાબેન પંડ્યા, પ્રમુખશ્રી સુશીલાબેન, ઉપપ્રમુખ શકુબેન સુરેશભાઈ પટેલ તેમજ હરિઓમ ભજન મંડળની બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી . મોટી સંખ્યામાં ભક્ત જનો હાજર રહ્યા હતા અને ફરારી ભોજન લઈ સૌએ વિદાય લીધી.— ઘનશ્યામ પટેલ ( ખુશ ) કેલગરી , કેનેડા . (રિપોર્ટર,અનવર બહાદરપુરવાલા, આણંદ)
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.