Nari Prahar

News Website

ભરૂચ જિલ્લામાં BLO શ્રી અંદાજિત ૧૩,૧૦,૬૦૦ (તેર લાખ દસ હજાર છસો) મતદારોના ઘરે ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મ (EF-Enumeration Form) નું વિતરણ કરશે

Views: 8
0 0

Read Time:2 Minute, 16 Second

ભરૂચ – બુધવાર- ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭.૧૦,૨૦૨૫ના પત્રથી તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે તા.૨૮.૧૦.૨૦૨૫થી શરૂ થઈ તા.૦૭.૦૨.૨૦૨૬ સુધી જાહેર થયેલ છે. SIR અંતર્ગત “No eligible citizen is left out and no ineligible person is included” ના ઉદ્દેશ સાથે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૦ અને મતદાર નોંઘણી નિયમો-૧૯૬૦ ઉપરાંત ભારતનાં બંધારણની કલમ ૩૨૪માં થયેલ જોગવાઈઓએ આધીન રહી કામગીરી કરવામાં આવશે. સને-૨૦૦૨ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો (https://voters.eci.gov.in/) પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૦૨માં પોતાનું નામ ચકાસી શકશે. ભરૂચ જિલ્લાના તમામ ૫(પાંચ)-વિધાનસભા મતવિસ્તારોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા અંતર્ગત Enumeration Form ના વિતરણ અને સંગ્રહનો પ્રારંભ થયેલ છે. જે તારીખ ૦૪/૧૨/૨૦૨૫ સુધી ચાલનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના (૧૩૪૨-BLO)શ્રી દ્વારા આશરે ૧૩,૧૦,૬૦૦ (તેર લાખ દસ હજાર છસો) મતદારોના ઘરે ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મ (EF-Enumeration Form) નું વિતરણ કરવામાં આવશે તથા જરૂરી માર્ગદર્શન આપી ભરેલા ફોર્મ્સ પરત મેળવાશે. ત્યારબાદ તા. ૯/૧૨/૨૦૨૫ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. જેમાં તા. ૦૯/૧૨/૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી સુધારા માટેના દાવા અને વાંધા રજૂ કરી શકાશે અને તારીખ ૦૯/૧૨/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી દાવાઓની સુનાવણી તથા નિર્ણય કરાશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા. ૦૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ થયેથી SIR પુર્ણ કરવામાં આવશે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્નારા મળેલી અખબારી યાદીમાં જણાવાયું હતું.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %