Nari Prahar

News Website

ભરૂચ જિલ્લાના ૧૩૪૨ મતદાન મથકોના ૧૩૪૨ બી.એલ.ઓ દ્વારા આગામી ૪ ડીસેમ્બર ૨૦૨૫ને ગુરુવાર સુધીમાં હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને Enumeration Form (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ) આપવાનું શરૂ કર્યું

Views: 8
0 0

Read Time:1 Minute, 49 Second

ભરૂચ- બુધવાર- ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા વિસ્તાર ૧.જંબુસર ૨. વાગરા ૩ . ઝઘડીયા ૪. ભરૂચ ૫. અંકલેશ્વર માં તા.૧/૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026 ) જાહેર કરવામાં આવેલ છે. જે કાર્યક્ર્મના Enumeration વાળા તબકકામાં ભરૂચ જિલ્લાના કુલ ૧૩૪૨ મતદાન મથકોના ૧૩૪૨ બી.એલ.ઓ દ્વારા આજ રોજ તા.૪/૧૧/૨૦૨૫ (મંગળવાર) થી ૪/૧૨/૨૦૨૫(ગુરુવાર) સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને કુલ ૧૩,૧૦,૬૦૦ મતદારો પાસે Enumeration Form (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ)આપવાનું શરુ કર્યું છે. હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપવાની જરૂર નથી. મતદારયાદીમાં પોતાનું નામ તથા ૨૦૦૨ ની મતદારયાદી (https://voters.eci.gov.in/ )પર ચકાસી શકાશે. મતદાર રજીસ્ટ્રેશન સંબધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે ૧૯૫૦ હેલ્પલાઈન પર સંપર્ક કરવો અથવા મતદારો બી.એલ.ઓ નો સંપર્ક કરી શકશે. જેથી ભરૂચ જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન Enumeration Form ભરવા બુથ લેવલ ઓફિસરોને સહયોગ કરવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર, ભરૂચ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્નારા મળેલી અખબારી યાદીમાં જણાવાયું હતું.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %