ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાની ગ્રામજનોમાં ભારે ચર્ચા વચ્ચે ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા સીધા જિલ્લા પોલીસ અધીક્ષક અક્ષયરાજ મકવાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.સરપંચ અને ડેપ્યુટી સરપંચે પાલેજ પોલીસ સ્ટેશનના બીટ જમાદાર પર દારૂના ધંધાર્થીઓ પાસેથી હપ્તા ઉઘરાવવાના ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે રજૂઆત કરી છે કે ગામમાં અનેક સ્થળોએ — નાના પાદર, મોટાપાદર, નવીનગરી અને ઘોડી રોડ વિસ્તારમાં — કેમિકલયુક્ત દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.દારૂના કારણે ગામના યુવાનો, બાળકો અને સ્ત્રીઓના જીવન પર જોખમ ઊભું થયું છે અને યુવા પેઢી નશાની લત તરફ ધકેલાઈ રહી છે.જ્યારે ગુજરાત સરકાર તથા ગૃહરાજ્ય મંત્રાલય દારૂબંધીને કડક રીતે અમલમાં મૂકવા પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ટંકારીયા ગામમાં દારૂના ધંધાર્થીઓને કોણનો આશીર્વાદ મળી રહ્યો છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.ગામના આગેવાનો દ્વારા વારંવાર પાલેજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેને કારણે ગામજનોમાં અસંતોષ છે.ગામમાં માગ ઉઠી છે કે જિલ્લા એસ.પી. જાતે તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરે, દારૂની ભઠ્ઠીઓ તોડી પાડે અને ગામના યુવાનોનું ભવિષ્ય બચાવે.
રિપોર્ટર : તસ્લીમ પીરાંવાલા, ટંકારીયા





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.