Nari Prahar

News Website

ભાડભૂત બેરેજ યોજના – અસરગ્રસ્ત ખેડૂતોની દેવ દીવાળી સુધરી !

Views: 8
0 0

Read Time:4 Minute, 20 Second

ભરૂચ –મંગળવાર – ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજય સરકારે ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમની નેમ રાખે છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ જમીન સંપાદનની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શિ બનાવી ખેડૂતોનું હીત જાળવ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ૬ ગામોની કુલ 819 હેક્ટર જમીનના સંપાદન માટે, ખેડૂત હિત સર્વોપરી ન્યાયે સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે, બજાર કિંમત કરતાં પણ વધુ’ સંમતિ એવોર્ડ’ ભાવો જાહેર કર્યા છે. જ્યાં અંદાજિત 5 હજાર કરતા પણ વધુ ખેડૂતોને લાભ થશે. ખેડૂતો પ્રત્યેની સંવેદના દાખવતાં અંકલેશ્વર તાલુકાના બોરભાઠા, બોરભાઠાબેટ, સક્કરપોર, સરફુદીન, તરીયા અને ધંતુરીયા ગામો માટે સરકારે હયાત જમીન માટે અને ડૂબાણની જમીનના પણ’ સંમતિ એવોર્ડ’ જાહેર કરતા સ્થાનિક ખેડૂતો માટે દેવ દીવાળી ખરા અર્થમાં સાર્થક બની છે. જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં ‘સંમતિએવોર્ડ’ હેઠળ ઉચ્ચભાવો આપવા ઐતિહાસિક અને ઉદાર નિર્ણયના કારણે ખેડૂતોની દેવ દીવાળી સુધરી છે. તંત્રની અસરકારક કાર્યવાહીના પરિણામે, ખેડૂતોને ધારણા કરતા વધુ વળતર આપીને જમીન સંપાદન માટે સર્વોત્તમ ‘સંમતિ એવોર્ડ’ ભાવો જાહેર કરી ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવાનું અને સરકારની ખેડૂતલક્ષી નીતિનો સ્પષ્ટ સંદેશ સરકારે આપ્યો છે. ભાડભૂત બેરેજ યોજના માત્ર એક પ્રોજેક્ટ નથી, નર્મદાના મીઠા પાણીને વેડફાતું અટકાવીને, ભરૂચ-અંકલેશ્વર વિસ્તારને દરિયાની ખારાશથી બચાવવા, મીઠા પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ તેમજ ઉદ્યોગોને નવજીવન આપવા માટેનો સંજીવની સમાન મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. ત્યારે તમામ અસરગ્રસ્ત ખેડૂતભાઈ-બહેનોને વિનંતીછે કે, તેઓ રાષ્ટ્રહિત અને પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે સંમતિ કરાર કરે અને આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ લે.

અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા સજોદ ગામના રહેવાસી ઠાકોરભાઈ પરસોત્તમભાઈ પટેલએ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસા કરતા જણાવ્યું કે, “ભાડભૂત બેરેજમાં અમારી જમીન સંપાદિત થઈ. તંત્રની સંપૂર્ણ કામગીરી પારદર્શી હતી જેથી ‘સંમતિ એવોર્ડ’ના પૈસા તરત જ અમારા ખાતામાં જમા થઈ ગયા. સૌથી મહત્વની વાતએ છે કે, અમારી ધારણા કરતાં પણ વધારે રકમ મળી છે! આ માટે હું રાજ્ય સરકાર અને વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

જિલ્લા વહીવટીતંત્ર દ્નારા મુખ્ય ખેડૂતલક્ષી જાહેરાતો

સંમતિ કરાર પર વિશેષ વળતર: જે ખેડૂતો સ્વેચ્છાએ સંમતિ કરાર કરીને જમીન આપશે, તેમને ઉપર મુજબના સર્વોત્તમ ભાવો મળવાપાત્ર થશે.

સંમતિ કરાર કરનાર ખાતેદારશ્રીને મંજૂર કરેલા વળતરની૮૦% રકમની ચુકવણી તેજ દિવસે (તાત્કાલિક) કરવામાં આવશે.

બાકીની૨૦% રકમ અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સત્વરે ચૂકવવામાં આવશે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %