વડોદરા શહેર વિસ્તારમાં મહીલા સબંધીત અત્યાચાર/બળાત્કર/છેડતીના દાખલ થયેલ ગુનાઓના આરોપી ઇસમો વિરૂદ્ધમાં કડક કાર્યવાહી કરવા માનનીય પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર સાહેબ તથા મે.અધિક પોલીસ કમિશ્નર ડો.લીના પાટીલ સાહેબ તથા મે.નાયબ પોલીસ કમિશ્નર અભિષેક ગુપ્તા સાહેબ “ઝોન-૦૩” તથા મે.મદદનીશ પોલીસ કમિશ્નર “એફ” ડિવીઝન પ્રણવ કટારીઆ સાહેબ નાઓએ સુચના કરેલ હોય જે સુચના આધારે માંજલપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એલ.ડી.ગમારા નાઓના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ સ્ટાફ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઇવા મોલ ખાતે પરિવાર સાથે ફિલ્મ જોવા તેમજ ડીનર કરવા માટે આવેલા દરમ્યાન ભોગ બનનાર સગીર વયની દિકરી વોશરૂમ કરવા માટે ગયેલ ત્યારે હાજર આરોપીએ છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ કરેલ જે બાબતે ભોગ બનનાર સગીરાએ પોતાની માતાને જાણ કરતા માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુધ્ધમાં ફરીયાદ આપતા માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પોક્સો કલમ ૮ મુજબનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં આરોપીને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા… વડોદરા..





Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી