અમૂલ્ય સિનિયર સિટીઝન ક્લબ,આણંદના સિનિયર સભ્ય શ્રી નિર્ભય કુમાર રાણા (મેનપાવર સિક્યુરિટી સપ્લાયર)ના 73મા જન્મદિવસ નિમિત્તે લાયન્સ હોલ આણંદ ખાતે મનોરંજન કાર્યક્રમ યોજાયો. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સહયોગથી યોજાયેલા આ ગીત સંગીતના કાર્યક્રમમાં શ્રી રાણાના કૌટુંબિક સભ્યો ઉપરાંત તેમના મિત્રો અને સિનિયર સિટીઝન ક્લબના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રજનીશકુમારે પોતાના વક્તવ્યમાં નિર્ભય કુમારના જીવનનો ચિતાર રજૂ કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રાસંગિક ઉદબોદન બાદ વિદ્યાનગર સ્થિત જી.એન. ભાવસાર મ્યુઝિકલ ગ્રુપનો મનોરંજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જી.એન.ભાવસાર ઉપરાંત ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ આશા ઠાકોર અને કરાઓકે ક્લબ બાકરોલના મોનિકા લાધાવાલાએ સતત બે કલાક કર્ણપ્રિય ફિલ્મ ગીતોથી સૌને આનંદવિભોર કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ શાહ અને ડૉ .શ્રી વી.વી.બારૈયાનો ફાળો અગ્રેસર રહ્યો હતો.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ )





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.