ભરૂચ – શુક્રવાર – ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬માં મહત્તમ મતદાન થાય તેવા ઉમદા આશય સાથે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓને છેવાડાના ગામો સુધી પહોંચાડવામાં આવી રહી છે. જે અંતર્ગત વાગરા તાલુકાના પણિયાદરા ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વીપ નોડલ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પ્રતિનિધિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીશ્રી દ્વારા ગ્રામજનોને આગામી તારીખ ૨૬ એપ્રિલના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા વિશે ટેકનિકલ અને વ્યવહારુ સમજ આપવામાં આવી હતી.
પણિયાદરા ગામના ચોકમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનોએ સમગ્ર ગામ ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયામાં સહભાગી બને તે માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ગ્રામજનોએ ‘મારો મત, મારો અધિકાર’ના નાદ સાથે લોકશાહીના આ મહોત્સવમાં ૧૦૦ ટકા યોગદાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પ્રતિનિધિ દ્વારા યુવા મતદારો અને પ્રથમ વખત મતદાન કરનાર નવયુવાનોને લોકશાહીના પ્રહરી બની અન્યોને પણ જાગૃત કરવા પ્રેરણા આપી હતી. ગ્રામ્ય સ્તરે યોજાયેલા આ કાર્યક્રમથી સ્થાનિક સ્તરે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.






Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.
જંબુસરના ગજેરા ગામે લોકશાહીના સશક્તિકરણ માટે મતદાન જાગૃતિ રેલી યોજાઈ