Nari Prahar

News Website

જંબુસરના ગજેરા ગામે લોકશાહીના સશક્તિકરણ માટે મતદાન જાગૃતિ રેલી યોજાઈ

જંબુસરના ગજેરા ગામે લોકશાહીના સશક્તિકરણ માટે મતદાન જાગૃતિ રેલી યોજાઈ
Views: 78
0 0

Read Time:1 Minute, 52 Second

ભરૂચ – ગુરુવાર – ભારતના લોકશાહી તંત્રને મજબૂત બનાવવા અને નાગરિકોમાં મતદાનનું મહત્વ સમજાવવાના ઉમદા હેતુસર તા.૧૬મી એપ્રિલ ૨૦૨૬ના રોજ જંબુસર તાલુકાના ગજેરા ગામે નૂતન વિદ્યાલય દ્વારા ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને “મારું મત – મારું અધિકાર”નો સંદેશ પ્રસરાવવાનો હતો.

આ રેલીનો પ્રારંભ નૂતન વિદ્યાલય, ગજેરા ખાતેથી આચાર્યશ્રી પરેશભાઈ પઢીયાર દ્વારા લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યો હતો. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક “મતદાન આપણું કર્તવ્ય છે”, “પ્રથમ મતદાન, પછી જલપાન” અને “સજાગ નાગરિક – મજબૂત લોકશાહી” જેવા પ્રેરક સૂત્રોચ્ચાર કરીને ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવી હતી.

ગજેરા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલીનું સમાપન ગજેરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે નૂતન વિદ્યાલયના શિક્ષક શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત સૌ નાગરિકો અને વિદ્યાર્થીઓને મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાની ભાવભરી અપીલ કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %