કરજણ તાલુકાના વલણ ગામથી ભેંસોને કોઇ પણ જાતના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કર્યા સિવાય મહારાષ્ટ્રના ધુલિયા તરફ લઇ જવાતી હોવાની બાતમી આશિષ સોની અને તેમની ટીમને મળી હતી. તેમણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી પોલીસ જવાનો સાથે રાજપીપળા ચોકડી પાસે આવેલી વર્ષા હોટલ પાસે વોચ ગોઠવી હતી…
બાતમી મુજબની બે ટ્રક આવતાં તેને રોકવામાં આવી હતી.
મળેલી પ્રાપ્ત માહિતી અનુસાર મુજબ બંને ટ્રકમાં ખીચોખીચ ક્રૂરતા પૂર્વક બાંધેલી 27 ભેંસો નજરે પડી હતી.પોલીસે ટ્રક ચાલક જીશાન મન્સૂરી, ક્લીનર ઇમરાન જમાદાર, બીજા ટ્રકના ચાલક આરીફ શેખ અને આબીદ સુલ શેખની પૂછપરછ કરી હતી.તેમની પાસે પશુની હેરફેર માટે કોઈ કાયદેસરના દસ્તાવેજો ન મળતાં ચારેયની ધરપકડ કરી છે. રૂ. 2.70 લાખની કિંમતની 27 ભેંસ અને રૂ. 14 લાખની બે ટ્રક મળી કુલ રૂ. 16.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે…
રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા…





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.