ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કનોડીયા ચોકડી નજીક વીજ પોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા 2 ગાયના વીજ કરંટ લાગતા મોત નીપજ્યા હતા.અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ એક દુર્ઘટના સર્જાય હતી. અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલા કનોડીયા ચોકડી નજીક પશુપાલક ગાય ચરાવી રહ્યો હતો. આ દરમિયાન વીજ પોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા 3 ગાયને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં કરંટ લાગતા 2 ગાયના મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એક ગાયને બચાવી લેવામાં આવી હતી.બનાવની જાણ થતાની સાથે જ ઘટનાસ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા. આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે, તેઓ પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે. 2 ગાયના વીજ કરંટ લાગતા મોત નિપજતા તેઓને મોટું આર્થિક નુકશાન થયું છે, ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવી તેવી પશુપાલક દ્વારા માગ કરવામાં આવી છે.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી