અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લામાં પ્રોહીબેશન તેમજ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચના અન્યવે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી દાર થી બાતમી મળી હતી કે વાલીયા ચોકડી ખાતે આવેલ આર્શીવાદ હોટલ ની સામે સર્વિસ રોડ ઉપર બે મહિલાઓ ભારતીય બનાવટના વિદેશી દારૂ નો જથ્થો આપવા આવનાર છે જે બાતમીને લઈ વોચ ગોઠવતા બાતમી વાળી મહિલાઓ આવતા તેમની પાસે રહેલ સામાન ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ 78 કે જેની આશરે કિંમત ₹8,400 મળી આવી હતી અંકલેશ્વર શહેર b ડિવિઝન પોલીસે બંને મહિલા ઓ નામે મમતાબેન કિરણભાઈ મકરાણી તેમજ ગંગાબેન વિનોદભાઈ સોરમભાઈ મકરાણી નાઓની પ્રોહીબેશન ની સવલગ્ન કલમો હેઠળ અટકાયત કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.