ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વણકરએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો છે. ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. ઘટનાના પગલે સારવાર મળે તે પૂર્વેજ કિરીટભાઈ મૃત્યુ પામ્યા હતા. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. પોલીસકર્મીની આત્મહત્યાની વાત વહેતી થતા ઉચ્ચ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.
નાયબ પોલીસ અધિક્ષક ગાંગુલી અને પોલીસ હેડ ક્વાર્ટરના અધિકારીઓ અને સ્ટાફ ઘનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે ઘણા સ્થળની સ્થિતિનો તાગ મેળવવા સાથે આ પગલું ભરવા પાછળનું કારણ શુ હતું. એ અંગે પણ તપાસ શરૂ કરી છે.
બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ અકસ્માત મોત નોંધ હેઠળ કાર્યવાહી કરી શકે છે સાથે હજુ સુધી મામલાને લઈ ભરૂચ પોલીસ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.