લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે. જે અન્વયે 22- ભરૂચ સંસદીય મતવિસ્તારના 153 ભરૂચ વિધાનસભા વિસ્તારમા 102 વર્ષીય ફાતમાબીબી ગુલામરસુલ શેખ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર તેમનાં ઘર આંગણે પહોંચ્યું હતું.આ ઉપરાંત 151 વાગરા મતવિસ્તારમાં ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરતા ઘર આંગણે પહોંચી વોટીંગ કરાવ્યું હતું. આ તકે ફાતમાબીબીએ જણાવ્યું હતું કે, વધતી ઉંમરના કારણે મારાથી ચાલી શકાતું નથી. તેથી હોમ વોટીંગ સુવિધાનો લાભ લઈને મે મતદાન કરીને દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન આપ્યું છે. ત્યારે હું દરેક નાગરીકને અપીલ કરું છું કે,અચુક મતદાન કરીએ અને દેશને વધુ મજબૂત બનાવીએ. તેમજ હોમ વોટીંગ સુવિધા અંગે ભારતીય ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી. આ અવસરે મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારી માધવી મિસ્ત્રી, ઝોનલ ઓફિસર ,આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, માઇક્રો ઓબઝર્વર,બી.એલ.ઓ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી