Nari Prahar

News Website

ભરૂચના તુલસીધામ વિસ્તારમાં બે આખલાઓ બાખડ્યા, ત્રણથી ચાર વાહનોમાં નુકસાન

Views: 55
0 0

Read Time:2 Minute, 18 Second

ભરૂચના તુલસીધામ નજીક અનેક વખતે આખલા ઓના યુધ્ધની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે શુક્રવારના રોજ પણ તુલસીધામ નજીક જાહેરમાર્ગ પર બે આખલા યુદ્ધે ચઢતા ત્યાં પાર્ક કરેલા એક ફોરવ્હીલ અને બીજા વાહનોને નુકશાન પહોચાડ્યું હતું. લોકોએ પાણી છાટી બુમાબૂમ કરી બંન્નેને છૂટા પાડ્યા હતા. જાહેરમાર્ગ પર આખલાઓના યુધ્ધના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો હતો.ભરૂચ શહેરમાં પશુ માલિકો તેમના પશુઓને રખડતા મુકી દેતા તેઓ જાહેરમાર્ગો પર અડીગો જમાવતા હોય છે. જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે અમુક વખતે આ પશુઓ વચ્ચે લડાઈ થતાં ત્યાંથી લોકોને પસાર થવાનું પણ મુશ્કેલ બની જતું હોય છે. ભરૂચમાં સ્ટેશન રોડ હોય કે,ભોલાવ અથવા ઝાડેશ્વર તુલસીધામ વિસ્તારમાં અનેક વખતે આખલા વચ્ચે યુધ્ધ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગતરોજ રાત્રીના સમયે તુલસીધામ નજીક જાહેરમાર્ગ પર બે આખલાઓ યુદ્ધે ચઢ્યા હતા.બે આખલાઓ વચ્ચે દ્રંધ યુદ્ધ છેડાયું હતું. જેના કારણે સ્થાનિક રહીશો ભયનો માહોલ છવાઈ ગયો હતો.આખલાઓ વચ્ચેની લડાઈમાં રોડની બાજુમાં પાર્ક કરેલી એક ફોરવ્હીલ અને બીજા વાહનોને ભારે નુક્શાન પહોચાડ્યું હતું. જોકે વાહન ચાલકો અને સ્થાનિકોએ પાણી નાખી બુમા બૂમ કરતા બંને છુટા પડયા હતા. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.રસ્તે રખડતા ઢોરોને પાંજરે નહીં પૂરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પશુઓને રખડતા મુકી દેતા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરાય તેવી લોકો માગ કરી રહ્યા છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %