Nari Prahar

News Website

પગપાળા પાવાગઢ જતા સંઘને પિકઅપવાનના ચાલકે અડફેટે લીધો, એક પદયાત્રીનું મોત, બેને ગંભીર ઇજાઓ

Views: 53
0 0

Read Time:1 Minute, 27 Second

ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું.જ્યારે બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ મામલે સ્થાનિક પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી છે.ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અસુરિયા પાટીયા પાસે આજરોજ સવારના સમયે અકસ્માતની ઘટના બની હતી.જેમાં નવસારીના ગડત ગામનો 31 લોકોનો સંઘ પાવાગઢ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યો હતા.આ દરમિયાન અસુરીયા પાટીયા નજીક પીકઅપ વાનચાલકે પગપાળા સંઘના ટ્રેકટરને અડફેટમાં લીધા હતો જેમાં 5 જેટલા પદયાત્રીઓને ઈજા પહોંચી હતી. જ્યારે ગંભીર ઇજાના પગલે 39 વર્ષીય પદયાત્રી મેહુલ હળપતિનું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય 2 પદયાત્રી મુકેશ હળપતિ અને ભીખુ હળપતિ ને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ શરૂ કરી હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %