દહેજ ખાતે જૂદી જૂદી કંપનીઓમાંથી નિકળતાં વેસ્ટ પાણીની લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી હતી.ત્યારે ગત વર્ષે એમ્બીઓ કંપની પાસે આવેલી પમ્પિંગ સ્ટેશન પાસે 5 લાખની મત્તાના 564 મીટર પાઇપ કોઇ ભંગાર ચોર ટોળકી ચોરી કરી ગઇ હતી. જેના પગલે ગત વર્ષે 28મી જાન્યુઆરીએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાનમાં ભરૂચ એલસીબીની ટીમને ટીપ મળી હતી કે, દહેજની પ્લાસ્ટિકની પાઇપ ચોરીમાં અંક્લેશ્વર અંસાર માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં કામ કરતાં કેટલાંક શખ્સો તેમજ દલાલી કરતાં વેપારીની સંડોવણી છે. જેના આધારે ટીમે ચાર જણાને ઝડપી પાડ્યાં હતાં. જોકે, તે પૈકીનો એક કાયદાના સંઘર્ષમાં આવતો હોઇ અન્ય ત્રણ આરોપીઓ ઇમરાન અકબર સિદ્દીક મુન્શી, (રહે. કાપોદ્રા), અમન ઇકબાલ અબ્દુલ રઉફ સિદ્દીક (રહે. ભડકોદ્રા) તેમજ મહંમદ દાઉદખાન મહમંદ અમીનખાન (રેહ. ભડકોદ્રા) નાઓએ જણાવ્યું હતું કે, દહેજમાં પાઇપનું કામ ચાલુ હોઇ અંસાર માર્કેટના ભંગારની કમિશન પેટે દલાલી કરતાં લોકો સાથે મળી માલ લેવાનું નક્કી થતાં રોજ તેઓ ગાડી લઇને દહેજ જતાં હતાં. જ્યાં હેક્સો બ્લેડથી પાઇપ કાપી રાતોરાત અંક્લેશ્વર આવી તે વેચી દેતાં હતાં. જેમાં દયા ઉર્ફે શીવશંકર લક્ષ્મણ ચોરસિયા (રહે. અંદાડા) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.