ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી એક મહિલાએ ઉસ્માનગની ઉર્ફે નિઝામુદ્દીન વોરા પટેલ સામે દુષ્કર્મની ફરિયાદને લઇને કોર્ટ પાસે એફિડેવિટ કરવા માટે ગઇ હતી. તે તેનું કામ પતાવીને બહાર નિકળી ત્યારે ઉસ્માનગની તેમજ તેના સગારિતોએ તેને બુમ પાડી રોકી હતી. તેમજ રૂપિયા 10 લાખમાં સમાધાન કરવા કહેતાં તેણે ના પાડતાં ઉસ્માનગીની તેમજ તેના સાગરિતોએે તેમના પર હુમલો કરતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભરૂચના ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ સોનલ મહેતાની કોર્ટમાં કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓ સરફરાજ ઉર્ફે સકુ ઉમરજી વોરા પટેલ (રહે. દહેગામ) ઝહીર ઇસ્માઇલ (રહે. ભીડભંજનની ખાડી), અબ્દુલ્લા ઉર્ફે બાબુ દુધવાલા (રહે. દહેગામ)ને આઇપીસીની 323,114 હેઠળ એક વર્ષની સજા તેમજ 5 હજારનો દંદ અને તે ભરપાઇ ન કરે નો વધુ 15 દિવસની કેદ તથા આઇપીસીની કલમ 504,114 હેઠળ બે વર્ષની કેદનો હૂકમ કર્યો છે.
મહિલા પર હુમલો કરનારા 4 આરોપીને બે વર્ષની કેદ
Views: 76
Read Time:1 Minute, 19 Second





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.