છેલ્લા લાંબા સમયથી કાવી ગામની ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચ મિનાજબેન સાજીદભાઇ મુન્શી ગુજરાત પંચાયત અધિનિયમોને પોતાની રીતે તેઓના સરપંચના હોદ્દાને છાજે નહીં તેમ મનસ્વીપણે વહીવટ ચલાવતા હતા. આ બાબતે જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ અરજદાર અલી ઈબ્રાહીમ સખીદાસ દ્વારા તા. ૨૮/૧૧/૨૦૨૩ ના રોજ અરજી કરી ન્યાયની દાદ માંગી હતી. જેના જવાબમાં સરપંચ ને પણ તેમના બચાવ માટે પુરતી તકો આપવામાં આવી હતી. તારીખ ૨૬/૦૨/૨૦૨૪ ની જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ થયેલ સુનાવણી.અરજદાર અલી ઇભ્રાહીમ સખીદાસ કરાયેલ આક્ષેપો અને તેઓના એડવોકેટ એ.આઈ.પટેલ (પાલેજવાળા) ની ધારદાર રજૂઆતોને ધ્યાન માં લઇ સામાવાળા ને ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ 57 હેઠળ કાવી ગામ ના સરપંચ ને હોદ્દા ઉપર થી દૂર કરવાનો મહે. જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી સાહેબનો એ હુકમ ફરમાવેલ છે. ઉલટાના સરપંચે જવાબમાં તેઓને પોતે બાઇ માણસ હોય અને કાયદાનું જ્ઞાન નથી તેમજ અયોગ્ય જવાબો આપી પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ કાયદાની અજ્ઞાનતા એ કોઈ ગુનેહગારને નિર્દોષ પુરવાર કરી શકે નહિ. સરપંચ ના જવાબો જીલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી સાહેબને સંતોષકારક ના જણાતા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ ૫૭(૧) થી આજરોજ સરપંચ શ્રીમતી મીનાજબેન સાજીદભાઈ મુન્શીને તાત્કાલિક તેઓના હોદ્દા પરથી દૂર કરવાના હુકમો કરેલ છે.
ગ્રામ પંચાયત લોકશાહી ઢબે ચાલવી જોઈએ, ના કે પોતાની મરજી તેમજ મનસ્વીપણા મુજબ. જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ પક્ષકારોની દલીલો અને અન્ય દસ્તાવેજી પુરાવા જોઈ અવલોકનો કરેલ જેમાં સરપંચ દ્વારા પોતે મનસ્વીપણે એજન્ડાઓ ગેરલાયક સભ્યને બજાવી વિકાસના કામોમાં તેઓના મતો મેળવી બહુમતીથી ઠરાવો પસાર કરાયેલ તેમજ ગેરલાયક સભ્યના મતથી બહુમતીથી બજેટ મંજુર કરી પોતાની વહીવટી અજ્ઞાનતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. આમ રેકોર્ડ પર પોતે ગેરલાયક સભ્યની તેમની ફરજના ભાગરૂપે કરાવેલી સહીઓના દોષનો ટોપલો પટાવાળા પર ઢોળવાનો નિષ્ફળ પ્રયાસ કરેલ છે. આ ચુકાદો મનસ્વી અને સત્તાનો દુરુપયોગ કરનાર હોય સરપંચના ગાલ પર તમાચા સમાન છે તેમજ સરપંચ આલમમાં આ ચુકાદાથી ચકચાર મચી જવા પામેલ છે.





Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.